Statue of Siddhivinayak Ganpati Dada Sapada Jamangar

Statue of Siddhivinayak Ganpati Dada Sapada Jamangar

Ganpati Temple Road, Sapda, Gujarat 361110

Description

જામનગરઃ કાલાવડ ધોરીમાર્ગ પર 22 કિમી દૂર આવેલા સપડા ગામ નજીક સપડેશ્વર શ્રીસિદ્ધિવિનાયક ગણેશજીનું 500 વર્ષોથી પણ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં દરેક ચતુર્થીના ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. 

જામનગર કાલાવડ હાઇવે પર 22 કિલોમીટર દૂર આવેલું સપડા ગામ નજીક ધાર ઉપર 500 વર્ષથી પણ જૂનું પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે. સપડાના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા માટે દરેક ગણેશ ચતુર્થીના આગલી રાત્રે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક ગણેશભક્તો પદયાત્રા કરીને પહોંચે છે. આ ઉપરાંત રજાના દિવસે અને ચતુર્થીના દિવસે ભક્તો મનોકામના લઈને દર્શનાર્થે અચૂક અહીં આવે છે. અહીં આવતા ભાવિકોને ગણપતિ દાદા સાક્ષાત્ અહીં બિરાજમાન હોય તેવા અહેસાસ થાય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

લોકવાયકા મુજબ એક ગરીબ સુથારના સપનામાં ગણપતિ આવ્યા હતા અને કહ્યું કે, ‘હું રૂપારેલ નદીમાં છું. મને બહાર કાઢો, મારે પ્રસ્થાપિત થવું છે. જન-જનના દુ:ખ દર્દ દૂર કરવા છે. બસ ત્યારથી માંડી આજ દિવસ સુધીના સમયમાં સપડામાં સ્થાપિત થયેલા સ્વયંભૂ ગણેશજી ભક્તોના અંતર-આત્મામાં વસી ગયા છે. સપડામાં માત્ર જામનગર નહીં, પરંતુ ભારતભરમાંથી ભક્તોનો પ્રવાહ દર્શન માટે અહીં આવે છે.’

જામનગરના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠિત ન હોવાનું માનવામાં આવે છે. ગુર્જર સુથારના સ્વપ્ને આવેલા ગજાનંદ ગણપતિએ અહીં મૂકામ કર્યાની લોકવાયકા છે. ત્યારે ભક્તો પણ મનોકામના લઈને માનતા પણ રાખતા હોય છે અને ઈચ્છા અનુસાર કામ થતા અહીં દર્શનાર્થે પણ આવતા હોય છે.

નદી કિનારે સપડા ગામ પાસે આવેલા ધારમાં વસતા સિદ્ધિવિનાયક ગણપતિજી મંદિરની સામે જ વિશાળ મહાકાય ગજાનંદ ગણપતિની પ્રતિમા હયાત છે. આ પ્રતિમા ભક્તો દ્વારા મનોકામના પૂર્ણ થયેલા પથ્થરો મૂકી જવાયા હતા. તેને એકત્ર કરી બનાવવામાં આવી છે. જ્યાં સહેલાણીઓ અને ભક્તો પોતાની યાદી પણ મોબાઈલ અને કેમેરે કંડારતા જોવા મળે છે.

Location